શ્રમજીવી વૃદ્ધ મહિલા વટવા જીઆઈડીસી બીએસએનએલ ઓફીસ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂરઝડપે આવેલા વાહને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન દોઢ કલાકમાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વટવા જીઆઈડીસી પાસે રામોલ ગામમાં રહેતા વૃદ્ધા વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા હતા. શનિવારે સવારે સમયે તેઓ વટવા જીઆઈડીસી બીએસએનએલ ઓફીસ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે સમયે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈને જમીને પટકાયા હતા જેથી માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ થઇ ગયા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈને તેમને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દોઢ કલાકમાં જ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધી વટવા જીઆઇડીસીની કંપનીના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તેની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application