સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદેદારોની વરણી માટે પક્ષ તરફથી મેન્ડેટ ખુલતા અપેક્ષા મુજબ જ પ્રમુખ તરીકે ભાવિની બેન પટેલનું નામ ખૂલ્યું હતું. સુરત જિલ્લા પંચાયતના નવા ભવન ખાતે મળેલ ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠકમાં જિલ્લા ભાજપ ભરત રાઠોડ પક્ષ તરફથી મેન્ડેટ લઈને આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે ભાવિની પટેલનું નામ ખૂલ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ તરીકે રોહિત ભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, શાશક પક્ષના રવજીભાઈ વસાવા, દંડક મુકેશભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા. આ નામો ખુલ્યા બાદ તમામ સભ્યો જિલ્લા પંચાયત ઓફિસ પહોંચીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જયારે આવતીકાલ ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં આ તમામની સતાવાર જાહેરાત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application