Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

  • July 12, 2021 

તાપી જિલ્લામાં કલેક્ટર એચ.કે.વઢવાણિયા દ્વારા કોવિડ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. માર્ગદર્શિકા મુજબ તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર સલુન, બ્યુટી પાર્લર રેસ્ટોરેન્ટ, અઠવાડીક ગુજરી /બજાર /હાટ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસઓપીને આધિન ખોલી શકાશે. પરંતુ બંધ સ્થળોએ ૫૦ ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે. વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે.

 

 

 

 

ધો. ૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઈઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫ ટકા પેસેન્જરની ક્ષમતા સાથે ચાલુ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, મહત્તમ ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. તમામ શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો, વોટર પાર્ક,  સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

 

 

 

 

ઉપરોકત તમામ બાબતોમાં જણાવેલ વ્યક્તિઓના RTPCR પોઝિટીવ આવ્યા હોય તેવા કિસ્સામાં આર.ટી.પી.સી.આર પોઝિટીવ આવ્યાના ૧૪ દિવસ, હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુરંત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

 

 

 

 

અન્ય રાજ્યોમાંથી તાપી જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું તેમજ કોવીડ-૧૯ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

 

 

 

આ જાહેરનામું તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application