Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ચુંટણી પ્રચાર અંગે પ્રતિબંધ ફમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

  • February 02, 2021 

આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે મંડળી કે રાજકીય પક્ષ, બિન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારોને તા.29/01/2021 થી તા.03/03/2021 સુધી જાહેરાતો અને હોડિંગ્સને તથા પ્રચારને લઈને જાહેરનામુ બહાર પ્રસિધ્ધ કરાયું છે.

 

 

 

જાહેરનામામાં જણાવ્યા મુજબ કટઆઉટ, હોડિંગ્સ, બેનર વિગેરે કોઈપણ જાહેર જગ્યાએ મુકી શકાશે નહિ એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિગેરે હસ્તકની જાહેર જગ્યાએ મુકી શકાશે નહી. જો કટઆઉટ/હોડિંગ્સ વિગેરે ખાનગી માલિકીની જગ્યામાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગીથી મુકવામાં આવે તો તેના માટે શરતો રાખેલ છે જે અંતર્ગત હોડિંગ્સની સાઈઝ 15ફુટ*8ફુટથી વધારે હોવી જોઈએ નહી. કટઆઉટની ઉંચાઈ 8ફુટથી વધવી જોઈએ નહી. કટઆઉટ, જાહેરાત, પાટિયા, બેનરો વિગેરે સ્થળે મુકતા પહેલાં તે અંગેની જાણ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવાની રહેશે.

 

 

 

તો બીજી તરફ જાહેર-સાર્વજનિક માર્ગો, જાહેર-સરકારી મકાનો-જગ્યાઓ-મિલકતો કે માર્ગોની બંને બાજુએ વાહન વ્યવહાર માટે વપરાતા, પ્રવર્ત રહેતા રસ્તા ક્રોસિંગ, ચાર રસ્તા, એસ.ટી. સ્ટેન્ડ, શેરીઓ તથા જાહેર મકાનો વિગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, પુંઠા, કાગળ તથા અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો અને રાજકીય અગ્રણીઓના કટઆઉટ વગેરે ઉભા કરવા અને પ્રદર્શિત કરવાનો અને એ જ રીતે રેલવે મિલકતો તથા વિજળી અને ટેલિફોન થાંભલા જેવી સરકારી મિલકતો સહિત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ મકાનો દરવાજા, જાહેર પાટિયા, બેનરો, ધજા, પતાકા, ભીત ચિત્ર વિગેરે ચુંટણીના પ્રચાર માટે મુકવા કે ઉભા કરવા નહીં.

 

 

 

આ જાહેરનામામ દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.29/01/2021 થી તા.02/03/2021 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application