Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કલમકુઇ ખાતે વિનય મંદિર વિદ્યાલય, કાકડકુવા ખાતે પ્રાથમિક શાળા અને બોરખાડી ખાતે કન્યા શાળાઓમાં નોટબુક અને કુર્તી વિતરણ કરવામાં આવ્યું

  • July 05, 2022 

દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલ વિનય મંદિર વિદ્યાલય-કલમકુઇ, પ્રાથમિક શાળા, શિષોર સરકારી પ્રાથમિક શાળા, નાના કાકડકુવા, ગ્રામ સેવા સમાજ સંચાલિત કન્યા શાળા, બોરખાડીમાં પ્રાથમિક શાળા, પીપળવાડા અને પ્રાથમિક શાળા બોરધામાં સ્વેટર, કુર્તી અને નોટ બુક વિતરણ કરવામાં આવ્યું હતું.




તાપી જિલ્લામાં કલમકુઇ ખાતે વિનય મંદિર વિદ્યાલય, કાકડકુવા ખાતે પ્રાથમિક શાળા અને બોરખાડી ખાતે કન્યા શાળામાં થાણે ડીસ્ત્રીક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રાભાઈ, વિજયભાઈ હરિયા અને કિરીટભાઈ મોરવાડિયાના સહયોગથી 1 હજાર નોટ બુકનું વિતરણ પ્રાથમિક શાળા, પિપલવાડા કરવામાં આવ્યું હતું. તેમજ વિનય મંદિર વિદ્યાલય કલમકુઇ પ્રાથમિક શાળા, શીશોર સરકારી પ્રાથમિક શાળા, નાના કાકડકુવા, ગ્રામ સેવા સમાજ સંચાલિત કન્યા શાળા, બોરખાડીમાં કુલ 430 દીકરીઓ માટે કુર્તી વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ સપૂર્ણ કાર્યક્રમ અંગે શાળાનાં આચાર્ય, વિદ્યાર્થી અને હાજર વાલીઓએ આભાર વક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application