Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોર્થ કોરોલિના સ્થિત ફર્સ્ટ સિટિઝન્સ કંપની સિલિકોન વેલી બેંકને ખરીદશે

  • March 28, 2023 

નોર્થ કોરોલિના સ્થિત ફર્સ્ટ સિટિઝન્સ કંપની સિલિકોન વેલી બેંકને ખરીદશે. ફર્સ્ટ સિઝિન્સ આ મહિનાની શરૂઆતમાં પડી ભાંડેલી સિલિકોન વેલી બેંકને ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સિલિકોન વેલી બેંકને આર્થિક કટોકટીથી બહાર લાવવા માટે ફર્સ્ટ સિટિઝન બેંકે તેને ફેડરલ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એફડીઆઇસી) પાસેથી ખરીદી લીધી છે. એફ.ડી.આઇ.સી.એ નાણાકીય કટોકટીગ્રસ્ત સિલિકોન વેલી બેંકનું વેચાણ ઉત્તર કેરોલિના સ્થિત ફર્સ્ટ સિટિઝન બેંક એન્ડ ટ્રસ્ટ કંપનીને કરવા પર સંમતિ દર્શાવી છે. એફ.ડી.આઇ.સી.એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વેચાણમાં એસવીબીના તમામ ડિપોઝીટ અને લોનનું વેચાણ પણ સામેલ છે. તારીખ 10 માર્ચે સિલિકોન વેલી બેંક નિષ્ફળ જતા બેકિંગ સેક્ટરમાં ગભરાટ વ્યાપી ગયો હતો.






ફેડરલ રિઝર્વ બેંકના ડેટા એનુસાર વર્ષ-2022ના અંત સુધી ફર્સ્ટ સિટિઝન એસેટની બાબતમાં અમેરિકાની 30મી સૌથી મોટી બેંક હતી. તેની શરૂઆત 1898માં થઇ હતી. તેની મુખ્ય સબસિડરી ફર્સ્ટ સિટિઝન બેંક પણ અમેરિકાની મોટી બેંકો પૈકીની એક છે. તેની 22 રાજ્યોમાં 500 શાખાઓ છે. તેણે 1971 પછીથી અમેરિકાની 35 બેંકોને ખરીદી છે. એટલે કે તે ડૂબી રહેલી બેંકોની સૌથી મોટી ખરીદદાર છે. ફર્સ્ટ સિટિઝન બેંકની પાસે 10900 કરોડ ડોલરની મિલકતો છે અને કુલ ડિપોઝીટ 8940 કરોડ ડોલર છે. ઉલ્લેખનીય છે કે, એફ.ડી.આઇ.સી. અને ફર્સ્ટ સિટિઝન્સ એસવીબીનું નુકસાન 50-50 ટકા સહન કરશે. ગયા કવાર્ટરમાં ફર્સ્ટ સિટિઝન્સ બેંકે 24.3 કરોડ ડોલરનો નફો કમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application