સુર્યવંશી મનિષા/વ્યારા : નિઝર તાલુકાના ચિચોદા ગામે અજાણ્યા ચોરટાઓ એક ઘરની અંદર પ્રવેશ કરી કબાટમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ભાગી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ, નિઝરનાં ચિચોદા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા હંસરાજભાઈ ભાસ્કરભાઈ ખેરનાર (ઉ.વ.50) જે ખેતી કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે હંસરાજભાઈ સોમવારે રાત્રીનાં સમયે આશરે 10.30 વાગ્યાના અરસામાં તેમનો છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ ફળિયામાં દેવ દિવાળીનો પ્રોગ્રામ હોવાથી હંસરાજભાઈ તેમના ભીના પુત્ર સાથે જ્યેશવંત સાથે ઘરનો આગળનો દરવાજાનો અડાગળો બંધ કરી ઘરની બાજુમાં આવેલ છત ઉપર બેસી પ્રોગ્રામ જોઈ રહ્યા હતા.પરંતુ લગભગ અડધો કલાક બાદ બંને જણા પ્રોગ્રામ જોયા બાદ સુવા માટે નીચે આવ્યા હતા તે સમયે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો જેથી તેમને ઘરમાં પ્રવેશ કરી જોયું તો તેમને છોકરો નીલ વાંચતા-વાંચતા જ સુઈ ગયો હયો જયારે બેડ ઉપર સાઈડમાં પાકીટ, લાઈસન્સ તથા બીજા કાર્ય પણ વેર વિખેર પડેલ હતા જેથી કઈક અજુગતું લાગતા બાજુના રૂમમાં જઈ જોયું કબાટના લોકરમાંથી સોનાના દાગીના જેમાં સોનાની વીંટી, સોનાના 2 નંગ ઝુમર, સોનાની અંગુઠી તથા રોકડા રૂપિયા મળી કુલ 66,980/-નો મુદ્દામાલ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે હંસરાજભાઈએ અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application