Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા મામલતદારને વિધાર્થીઓને જરૂરી સુવિધા પૂરી પાડવા રજૂઆત કરાઈ

  • July 02, 2021 

નિઝરના અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું છે કે, યુનીવર્સિટીનીએ કોલેજની પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ગામોમાં મોબઈલ નેટવર્ક ન હોવાથી તેમજ અમુક જગ્યાએ ટાવર સુધ્ધા ન હોવાથી નેટ ચાલતું નથી, જેથી વિધાર્થીઓ સરળતાથી ઓનલાઈન પરીક્ષા આપી શકતા નથી અને જેઓ પરીક્ષા આપવાની કોશિશ કરે છે તેઓ પાન વારંવાર ખોરવાતા નેટવર્કને લીધે સમસ્યાનો સામનો કરે છે.

 

 

 

 

જેથી યુનિ. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવા માટે વિધાર્થીઓને વિકલ્પ નક્કી કરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. વિધાર્થીઓ માટે તાલુકા મથકોએ ઓનલાઈન પરીક્ષા માટે બેઠક તથા વાઈફાઈની વ્યવસ્થા કરવી જોઈએ, માસ પ્રમોશન મેળવનાર વિધાર્થીઓને પરીક્ષા ફી જલ્દીથી પરત કરવી તથા તાપી જિલ્લામાં સરકારી હોસ્ટેલ વિધાર્થીઓ માટે ખોલવામાં આવે, ટેબ્લેટ મેળવવા રજીસ્ટ્રેશ કરાવનાર વિધાર્થીઓને તાકીદે ટેબ્લેટનું વિતરણ થાય તેમજ સ્કોલરશીપ વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application