નિઝરના આડદા આશ્રમ ફળિયાના લોકોને સ્મશાનમા જવાના રસ્તા ઉપર આવેલ નદી પર કોઝવેના અભાવે ગામમા વરસાદી માહોલમા કોઈપણ વ્યક્તિનું મરણ થાય તો સ્મશાન સુધી મૃતદેહને લઇ જવા માટે નદી પાર કરીને જવું પડતું હોય છે અને નદીમા ઉકાઈ જળાશય કે વરસાદી પાણીનો ભરાઈ જાય તો લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સ્મશાન તરફ જતા રસ્તો ઉપર આવેલ નદી પર કોઝવે બનાવવા અંગે ગ્રામસભામાં અનેક વાર ચર્ચાઓ પણ કરવામાં આવી છે તેમજ આડદા આશ્રમ ફળીયાના જાગૃત નાગરિક દ્વારા જવાબદાર તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી નદી ઉપર કોઝવે બનાવવામા આવ્યો નથી.
સ્મશાન તરફ જતા રસ્તા ઉપરથી નદી પસાર થાય છે. નદીમાંથી આડદા આશ્રમ ફળીયાના લોકો સ્મશાન યાત્રા કાઢતા હોય છે આ નદીમાથી આજુબાજુ ગામડાના ખેડૂતોનો પણ કાયમી અવરજવર ચાલુ રહે છે. ગામના આશ્રમ ફળીયામા કોઈપણ વ્યક્તિનું વરસાદી માહોલમા મરણ થતું તો નદીમા પાણી ભરાયલુ રહે છે ત્યારે પાણીમાંથી સ્મશાન યાત્રા લઇ જતા હોય છે. ઉનાળા અને શિયાળાની ઋતુમા લોકો સ્મશાન યાત્રા જેમ તેમ કરીને લઇ જતા હોય છે પરંતુ ચોમાસાની ઋતુમા નદીમાંથી સ્મશાન યાત્રા લઇ જવી આડદા આશ્રમ ફળીયાના લોકો હાલાકી ભોગવી પડતી હોય છે.
જયારે જાગૃત નાગરિક દ્વારા જવાબદાર તંત્રને લેખિત રજૂઆત તેમજ ગ્રામ સભામા વારંવાર ચર્ચાઓ કરવા છતાં પણ સ્મશાન તરફ જતા રસ્તા ઉપર આવેલ નદી પર કોઝવે બનાવવામાં આવેલ નથી. આડદા આશ્રમ ફળીયાના લોકો માટે સ્મશાન સુધી જવા માટે માત્ર આ જ એક રસ્તો હોવાથી ગામના લોકોને સ્મશાન યાત્રા લઇ જવા માટે નદીમાંથી પસાર થવું પડે છે અને લોકોને નદીમા પાણી ભરાયેલું રહે છે ત્યારે લોકોને સ્મશાન યાત્રા લઇ જવું ભારે મુશ્કેલ બનતું હોય છે. જેથી આડદા આશ્રમ ફળીયાના લોકોમા સ્મશાન તરફ જતા રસ્તા ઉપર આવેલ નદી પર તાત્કાલિક કોઝવે બનાવવામા આવે તેવી માંગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500