Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમાડનાર ઈંટવાઈ ગામનો ઈસમ પોલીસ રેડમાં ઝડપાયો

  • November 23, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : નિઝર પોલીસ સ્ટાફના માણસો સોમવારે બપોરે ખાનગી વાહનમાં બેસી પ્રોહી તથા જુગારની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા ઈંટવાઈ ગામના મંદિર ફળિયામાં પોલીસે રેડ કરી હતી જ્યાં પોલીસને જોઈ કેટલાક ઈસમો ભાગી છુટ્યા હતા જ્યાંરે જમીન પર બેસેલ એક ઈસમ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર અંકો લખી જુગાર રમાડતો ઝડપાઈ ગયો હતો.ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ રઘુવીરભાઈ કેમુભાઈ પાડવી (રહે.ઈંટવાઈ ગામ) જણાવ્યું હતું. આમ, પોલીસે જુગારનાં સાધનો તથા રોકડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application