કડોદરા કૈલાશ સી.ઍન.જી. પંપની સામે નહેરવાળા રોડ પાસેથી જિલ્લા ઍસઓજીઍ નાઈઝરીયનને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા ૨.૭૨ લાખનો કોકેઈન અને ૩૦ હજારનો ઍમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં અગાઉ શહેરમાં બેથી ત્રણ વાર માદક પદાર્થની ડિલેવરી કરી ચુકેલા નાઈઝરીયન અલથાણ મેટ્રો પાસે ડિલેવરી કરવા માટે જવાનો હતો. ઝડપાયેલા નાઈઝરીયનની કબુલાતને આધારે પોલીસે મુંબઈમાં રહેતા બે નાઈઝરીયન અને ડીલીવેરી લેવા આવનારને વોન્ટે્ડ બતાવ્યા છે. સંભવત સુરત જિલ્લામાંથી પ્રથમવાર કોકેઈન અને ઍમડી ડ્રગ્સ ઝડપાયુ છે.
સુરત જિલ્લા ઍસઓજીના જણાવ્યા મુજબ પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા નાકોટીક્સના કેસો શોધી કાઢવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઅંતર્ગત પીઆઈ કે.જે.ધડુકની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગઈકાલે પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમી મળી હતી કે કડોદરા કૈલાશ સી.ઍન.જી,પંપની સામે નહેરવાળા રસ્તેથી ઍક નાઈઝરીયન માદક પ્રદાર્થ સાથે પસાર થવાનો છે જે બાતમીને પીઆઈ ધડુકે વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી તોચુકવુ પૌલ સન્ડે (ઉ.વ.૩૫.રહે, મોરાડેયોર લાગોસ સ્ટેટ નાઈજરીયા, તથા હાલ નેહા ઍપાર્ટમેન્ટ લીંકરોડ નાલાસોપારા મુંબઈ)ને ઝડપી પાડ્યો હતો.
ઍસઓજીઍ તોચુકવુ પૌલ પાસેથી રૂપિયા ૨,૭૨,૭૨૦ની કિંમતનો ૩૪.૦૯ ગ્રામ કોકેઈન અને રૂપિયા ૩૦,૯૦૦ની કિંમતનો ૩.૦૯ ગ્રામ મેથા ઍમ્ફેટામાઈન ડ્રગ્સ મળી કુલ રૂપિયા ૩,૦૫,૬૨૦નો મુ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તોચુકવુ પૌલની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં આ માદક પ્રદાર્થનો જથ્થો મુંબઈ ખાતે રહેતા મૂળ નાઈજરીયાના સેમ્યુલ પોલ અને કેવીને જથ્થો આપ્યો હતો અને અલથાણ મેટ્રો પાસે ડિલેવરી કરવાનો હતો. અલથાણ પહોચ્યા બાદ કેવિન સાથે વાતચીત કરી અજાણ્યાને આપવાનો હતો. તોચુકવે અગાઉ પણ બે થી ત્રણ વાર ડિલેવરી કરી ચુક્યો છે જેને ડિલેવરી કરવા માટે રૂપિયા ૫ થી ૧૦ હજાર મળતા હતા.
ઍસઓજીઍ તોચુકવુ પૌલની કબુલાતને આધારે કેવિન, સેમ્યુઅલ સહિત ત્રણને વોન્ટેડ બતાવ્યા છે. સેમ્યુઅલ અને કેવિન છેલ્લા ઍક વર્ષથી નાર્કોટીક્સ ડ્રગ્સનો વેપાર કરે છે. તોચુકવ પૌલની તેના ભાઈ સેમ્યુઅલે કેવિન સાથે ઓળખાણ કરાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500