તાપી જીલ્લામાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેને લઈ એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.આજે જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી તે બહુ મોટી રાહતની વાત છે. કોઈપણ જગ્યાએથી આજે કોરોનાનો નવો કેસ નોંધાયો નથી જેને લઇને રાહત થવા પામી છે.
કોરોનાના નિયમનું પાલન નહીં કરવામાં આવે તો ફરી કેસો વધવાની શકયતાઓને નકારી શકાય નહીં.
આજે સમગ્ર જિલ્લામાં કુલ ૫૦૮ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે આ તમામ વચ્ચે રાહતના સમાચાર એ છે કે એક્ટીવ કેસોની સંખ્યા હાલ માત્ર ૧ છે. જોકે લોકો દ્વારા કોરોનાના નિયમનું પાલન નહીં કરવામાં આવે તો ફરી કેસો વધવાની શકયતાઓને નકારી શકાય નહીં.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તા.૨જી જુલાઈનાં રોજ કોરોના પોઝિટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયેલ નથી. જોકે ૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૮૨ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500