તાપી જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સાતેય તાલુકાઓમાં મંગળવારે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયેલ નથી. જિલ્લામાં હવે માત્ર જ ૩ કેસ એક્ટિવ છે.
કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ૮૧૬ સેમ્પલ લેવામાં આવ્યા
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ ૨૯મી જુનના રોજ કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયેલ નથી. જિલ્લામાંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ૮૧૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૮૨ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500