Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ અન્વયે નવી ગાઈડલાઈન અમલમાં મુકાઈ

  • April 29, 2021 

સમગ્ર દેશમાં કોવિડ-૧૯ની અસરને ધ્યાને લેતા ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૨૩/૦૩/૨૦૨૧ના હુકમથી લોકડાઉનની અવધી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોવિડ-૧૯ વાયરસને નિયંત્રિત કરવાના હેતુથી વિવિધ માર્ગદર્શિકાઓ/એસઓપી બહાર પાડવામાં આવેલ છે.

 

 

 

 

આ જાહેરનામા મુજબ જે વિસ્તારમાં કોરોના વાયરસના કેસો નોંધાયેલ છે તે વિસ્તારમાં કન્ટેઈન્મેન્ટ ઝોન અને કન્ટેન્મેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી કરવા સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19ની ગંભીરતાને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગ તા.૨૭/૦૪/૨૦૨૧થી રાજ્યમાં કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકા/સુચનાઓ બહાર પાડેલ છે. જે ધ્યાને લેતા જિલ્લા મેજીસ્ટ્રેટએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તાપી જિલ્લામાં કેટલાક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

 

 

 

 

નવીન માર્ગદર્શિકા મુજબ લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓને એકત્ર થવા તથા લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું ઠરાવેલ છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓને મંજુરી રહેશે. સરકારી અર્ધસરકારી બોર્ડ, કોર્પોરેશન, બેન્ક, Finance Tech, સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેન્કોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનિશ્રિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી.

 

 

 

 

જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારની રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળવડાઓ યોજવા સદંતર બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.

 

 

 

 

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. કોવિડ-૧૯ સબંધિત તમામ માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિક ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને સુચારૂ રીતે કામગીરી કરી રહયું છે અને દિશાનિર્દેશો જાહેર કરી રહયું છે જેથી જિલ્લામાં કોરોના વાયરસને જડમૂળ થી સમાપ્ત કરી શકાય.

 

 

 

 

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને અધિકૃત કરવામાં આવે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application