કોરોના મહામારી વચ્ચે હવે શહેરમાં ઓમીક્રોનનો ખતરો પણ મંડરાવવા લાગ્યો છે એટલું જ નહીં પણ અત્યાર સુધી ઓમીક્રોનના બે કેસો સુરતમાં મળી આવ્યા છે. જેને લઇને પાલિકા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ અને તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે ત્યારે આ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજાગ થઇ ગયો છે. પૂર્વ તૈયારી હેઠળ તંત્ર દવારા સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કોવીડ હોલ્ખિટલમાં ૫૦-૫૦ બેડના બે અલગ વોર્ડ તેમજ અલાયદી લિફટ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોવિડ-૧૯ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના એકલ દોકલ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના મહામારીના સમયે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આયોજન તથા દર્દીઓને લગતી સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જોકે હાલમાં કોરોના શાંત પડ્યો છે. પરંતુ ઓમીક્રોનએ ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીઓ માટે કોવીડ હોસ્પિટલના ત્રીજા માળે ૫૦ બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, જયારે પાંચમા માળે પોઝિટીવ દર્દીઓને રાખવાની વ્યવસ્થા શરૂં કરવામાં આવી છે આ સિવાય એક લિફટ પણ અલાયદી શરુ કરવામાં આવી છે. તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ઓમીક્રોનનો ઇન્ફેક્ટિવ રેટ વધારે હોવાથી પણ એક રીતે અહીંયા અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application