Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી અભયમ ટીમે ગર્ભવતી મહિલાને આપી નવી જીંદગી

  • August 20, 2023 

નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં એક ગામ માંથી મહિલા એક યુવકનાં પરિચયમાં હતી. જોકે યુવકે લગ્નનો પ્રસ્તાવ મુકેલ જેથી બંને અવાર નવાર મળતા અને શારિરીક સબંધ પણ રાખતા હતાં. જયારે હાલમાં મહિલા ગર્ભવતી હોવાથી મિત્ર જવાબદારીમાંથી છટકી રહ્યાં હોવાથી આપધાત સિવાય કોઈ રસ્તો નથી. આમ, અભયમ ટીમે આશ્વાશન આપી સ્થળ પર પહોચી યુવતીના મિત્રને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવતા યુવતીને પોતાની સાથે રાખવાં લઇ ગયેલ જેથી યુવતીએ પોતાને મળેલ મદદ બદલ અભયમનો ખુબ આભાર માન્યો હતો. અભયમ ટીમ પાસેથી મળતી માહિતી મુજબ, મહિલાને યુવક તરફથી લગ્નની ખાત્રી મળતા શારિરીક સબંધ રાખતા જેથી યુવતી પાંચ માસની ગર્ભવતી હતી.



આ બાબતની જાણ યુવકને થતા તેણે જણાવેલ કે, તેની બહેનના લગ્ન પછી આપણે લગ્ન કરીશુ હાલમાં તુ ઓબોશરન કરાવી લે પરતું આ પ્રયાસ પણ નિષ્ફળ નિવડતા યુવતી મૂશ્કેલીમાં મુકાઇ હતી હવે પરિવાર અને સમાજને શું જવાબ આપશે તેવી રિતે મુઝાઇ ગયેલ અને આખરી ઉપાય તરીકે 181 મહિલા હેલ્પ લાઇનમાં પોતાની મુઝવણમાં મદદ કરવા વિનંતી કરી હતી. આમ, અભયમ નવસારી ટીમ દ્વારા યુવકને જણાવેલ કે, લગ્નની લાલચ આપી શારિરીક સબંધ રાખવાં અને જવાબદારોમાંથી છટકી જવુ એ કાયદાકીય અને સામાજિક અપરાધ છે જેની સજા થઇ શકે તે સમજાવ્યું હતું. જેથી યુવકે વડીલો અને ગામનાં સરપંચને સાથે રાખી વિગતે ચર્ચા કરતા યુવકે યુવતીને પત્ની તરીકે સ્વીકારવા સંમતિ આપી હતી. જેઓ બંને અલગથી મકાન ભાડે રાખી રહેશે. આમ અભયમ દ્વારા યુવક પાસે લેખીત જવાબદારી સ્વીકારી યુવતીને પત્નીનો દરજ્જો આપવા સંમત કરેલ. આમ, યુવક યુવતીને પોતાની સાથે રહેવા લઇ ગયેલ જેથી યુવતીને ખુબ રાહત થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application