Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં દારૂનું વહન કરતા નવસારીના બે યુવકો ઝડપાયા

  • March 30, 2021 

નવસારી ગ્રામ્ય પોલીસને મળેલ બાતમીના આધારે, એક ટાટા ઇન્ડીગો કાર નંબર જીજે/21/એએ/8465મા બે યુવકો સવાર છે અને તેઓ કારની ડીકીમાં દારૂનો જથ્થો ભરી નવસારી તરફ આંતરિક માર્ગે આવી રહેલ છે. જેથી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે કારણે શોધી રહી હતી. તે સમય દરમિયાન વર્ણન મુજબની કાર બારડોલી રોડ ઉપર સુપા ગામના પાટીયા નજીક દેખાતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં કારની ડીકી માંથી દારૂની 252 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 29,750/-નો જથ્થો મળી આવ્યો હતો.

 

 

 

પોલીસે કાર, દારૂનો જથ્થો, મોબઈલ ફોન એમ કુલ મળી રૂપિયા 89,700/-નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ લઈ જનાર કારમાં સવાર બે યુવકો હેતન ઈશ્વવર સોલંકી (રહે.સિસોદ્રા,નવસારી) અને સુભાષ મોહન રાઠોડ (રહે.દશેરા ટેકરી,નવસારી) ઓની અટક કરી હતી.ત્યારબાદ બંને યુવકની પોલીસે દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર તેમજ દારૂ ભરેલ કારનું પાયલોટીંગ કરનાર ચાર ઇસમોને વોન્ડેટ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application