Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ગણદેવી તાલુકાનાં બે યુવકો ઝડપાયા

  • May 18, 2022 

નવસારીનાં વાઘરેચ કાવેરી પુલ પાસે કારમાં લઈ જવાતો રૂપિયા 65 હજારનો દારૂ સાથે બે યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે, નવસારી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એસએક્સ4 કાર નંબર  જીજે/21/એએ/7345માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વલસાડ તરફથી બીલીમોરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે વાઘરેચ કાવેરી પુલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કરતાં તેને રોડ સાઈડે ઉભી રાખી હતી. જેમ કાર ચાલક માલવ પટેલ (ઉ.વ.22, રહે.છાપર,તા.ગણદેવી) નાને તેમજ રક્ષય પટેલ (ઉ.વ.30,રહે.મોરલી, તા.ગણદેવી) નાને ઉતારી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 760 નંગ બાટલીઓ મળી આવી હતી.



જેની કિંમત રૂપિયા 65,600/- હતી. આમ, પોલીસે માલવ અને રક્ષયની અટક કરી હતી અને આ દારૂનો જથ્થો ભરાવી આપનાર અને વિરુ (રહે.ક્લમઠા)ને વોન્ટેડ જાહેર કર્યો છે,  જયારે પોલીસે દારૂ સહિત કાર અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,47,600/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application