Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીઝએ 19 દવાઓની છૂટક કિંમતો અંગે નોટીફીકેશન જાહેર કર્યું

  • January 04, 2024 

નવા વર્ષે સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે દવાઓની કિંમત ઘટાડી છે. સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીઝ (NPPA)એ તારીખ 1 જાન્યુઆરી, 2024 થી 19 દવાઓની છૂટક કિંમતો અંગે નોટીફીકેશન જાહેર કરી છે. આ દવાની કિંમત બાબતે પહેલેથી જ મલ્ટિડિસિપ્લિનરી કમિટીએ ભલામણ કરી હતી. ચૂકી છે. જે દવાઓ સસ્તી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું તેમાં ચેપ, દુખાવો, તાવ, ગળામાં ચેપ, કૃમિ વગેરેની દવાઓનો સમાવેશ થાય છે. એક સત્તાવાર સૂચના અનુસાર, તાવ, પીડા અને ચેપની સારવાર માટે વપરાતી દવાઓની નવી કિંમતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો સમાવેશ થતો નથી. NPPA નોટિફિકેશન મુજબ, કંપનીઓને આ દવાઓ પર GST લગાવવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો તેમણે પોતે GST ચૂકવ્યો હોય. આ સાથે સિપ્લા અને વોકહાર્ટના ગંભીર ઈન્ફેક્શનની સારવાર માટે દવાઓની કિંમતમાં પણ સુધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application