નાંદોદ તાલુકાના કાંદરોજ ગમમાં રહેતા સુખદેવભાઇ રતિલાલભાઇ વસાવાએ આપેલી ફરિયાદના આધારે ખોજલવાસા ગામે લગ્નના વરઘોડામાં નાચવા બાબતે તેમની સાથે બોલા ચાલી થતા વરધોડો પુરો થયા બાદ તેઓ ધરે જતા હતા.
ત્યારબાદ પંકેશભાઇ ઉકડીયાભાઇ વસાવા તથા ભાવેશભાઇ ભગવાનદાસ વસાવા(બંને રહે.ખોજલવાસા,તા.નાંદોદ)એ બોલા-ચાલીની રીસ રાખી બંને લાકડી લઇને આવી, તુ અમને વરઘોડામાં કેમ નાચવા દેતો ન હતો. તેમ કહી ને ગમે-તેમ ગાળો બોલી લાકડીના સપાટો મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટના અંગે આમલેથા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application