Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : વિવિધ ૧૦ જેટલા કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ વેક્સીનેશનનો લાભ લીધો

  • June 12, 2021 

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ શહેરી અને ગ્રામ્યકક્ષાએ વેક્સીનેશનને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને વેકસીન મળી રહે તે માટે આજે રાજપીપલાની આયુ્ર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગરૂડેશ્વરની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જેતપુર, બુજેઠા, ગોપાલીયા, સગાઇ, કોલવાણ અને પાટલામઉ કેન્દ્રો ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને કોવિડ-૧૯ વેકસીનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં તા. ૧૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં ૩૬૧ જેટલાં લોકોએ કોરોના વેકસીનેશનનો લાભ લીધો છે. તેની સાથોસાથ આજ દિન સુધી જિલ્લામાં ૧૮ થી ૪૪ ની વયજુથના ૮૭૪૫ લોકોને રસી આપવામાં આવી છે.

 

 

 

 

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, હાલમાં ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને કોવિડ-૧૯ની વેકસીન આપવાનની કામગીરી ચાલી રહી છે, જેમાં જિલ્લાની વિવિધ ૧૦ જેટલી સેશનસાઇટ નક્કી કરવામાં આવી છે. તેની સાથોસાથ પાંચેય તાલુકામાં દરેક તાલુકાની મળતી જરૂરિયાત પ્રમાણે વેકસીનેશન સેન્ટર ઉભા કરતા હોઇએ છીએ. જેમાં બધા જ વિસ્તાર આવરી લેવાય તે રીતનું આયોજન કરવામાં આવે છે. ૧૮ થી ૪૪ ની વયજુથના ૧૪ હજારની સામે ૮૭૪૫ લોકોએ વેકસીન લઇ લીધી છે. નર્મદા જિલ્લાએ આજદિન સુધી ૬૨ ટકા જેટલી કામગીરી પૂ્ર્ણ થયેલ છે.

 

 

 

 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં નાંદોદ તાલુકામાં ૧૮ થી ૪૪ ની વયજુથના યુવાનો-નાગરિકોએ ઉત્સાહભર્યુ વેકસીન કર્યુ છે. જ્યારે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના યુવાનોમાં પણ વેક્સિન લેવા માટેનો ઉત્સાહ વધે તેવા પ્રયાસો જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા થઇ રહ્યાં છે અને તેમને રજીસ્ટ્રેશન કરવાની કોઇ તકલીફ ન પડે તે માટે વેકસીનેશન સેન્ટર પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ડૉ. ગામીતે વધુમાં કહ્યું હતું કે, જે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય તો તેવા લોકોએ પોતાનો મોબાઇલ લઇને આપના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સબ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

 

 

 

 

કોરોનાની ત્રીજી લહેર સામે ટકવા વેક્સીન એ જ એક માત્ર ઉપાય છે. વેક્સીનથી ગભરાવવાની કોઇ જ જરૂર નથી. ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને વેકસીન લેવા માટે આગળ આવવાં અને વેક્સીન લીધા બાદ બીજાને પણ વેકસીન લેવા પ્રોત્સાહન પુરુ પાડવું જોઇએ. રાજપીપલાનાન અર્બન હેલ્થ ખાતે કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ લેતા ૨૨ વર્ષીય કલ્પેશભાઇ વસાવાએ કહયુ કે, મારી પાસે મોબાઇલ ફોન છે પરંતુ મને રજીસ્ટ્રેશન કરતાં આવડતું નહોતું. તેથી હું અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવ્યો એટલે આરોગ્યતંત્રની ટીમ થકી સ્થળ પર જ રજીસ્ટ્રેશન થઇ ગયુ અને કોવિડ-૧૯ વેકસીન રસીનો પ્રથમ ડોઝ મે લીધો છે.

શહેરાવ ગામના ભીલવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે વેકસીનનો પ્રથમ ડોઝ લેતા ૧૯ વર્ષીય દિપીકાબેન ડોડીયાએ કહયુ હતું કે, મારી પાસે મોબાઇલ ફોન છે પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં મને તકલીફ પડી રહી હતી. પરંતુ શહેરાવ ગામે જ આરોગ્યતંત્રની ટીમ થકી જ મારું રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું. કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ ડોઝ મે લીધો છે. રસી લીધા બાદ મને કોઇ પણ તકલીફ પડી ન હોવાનું તેમણે ઉમેર્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application