Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીપ માંથી 48 હજારના દારૂ સાથે 1 યુવક ઝડપાયો

  • February 01, 2021 

દેડિયાપાડા તાલુકાના સીંગલોટી જંગલ ખાતાના નાકા પાસેથી પોલીસે જીપમાંથી રૂપિયા 48 હજારના દારૂ સાથે એક યુવકને ઝડપી પાડી રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

દેડિયાપાડા પોલીસને મળતી માહિતી મુજબ, તુફાન ગાડીમાં ભારતીય બનાવટનો ઇન્લીશ દારૂનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર તરફથી રાજપીપળા તરફ જવાનો છે. જે બાતમીના આધારે સીંગલોટી જંગલ ખાતા પાસે નાકાબંધી કરતા તુફાન ગાડીમાંથી 48,000/-નો દારૂ તથા રોકડા રૂપિયા 3740/- તથા તુફાન ગાડી રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 3,51,740/-નો પ્રોહી. મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી અક્ષય ભરતભાઈ વસાવા(રહે.ધારીખેડ તા.નાંદોદ જી.નર્મદા) ને પકડી પાડ્યો હતો જયારે ભાગી ગયેલા આરોપીઓ મનોહરભાઈ ઉર્ફે મનીષભાઈ મંગુભાઈ વસાવા(રહે.જીનબજાર રાજપીપળા) તથા ફિરોજખાન લાલુખાન ધોરી(રહે. સિધિવાડ,રાજપીપળા)ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ દેડિયાપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application