Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વૃદ્ધ દંપતિને ધમકી આપી ૧.૭૫ લાખ લુંટી તસ્કરો ફરાર

  • January 01, 2021 

મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લામાં આવેલ નવાપુર શહેરના મંગલદાસ પાર્ક વિસ્તારના એક ડોકટરના પાછળના ભાગના રસ્તા પર આવેલ અને એક વર્ષથી હૈદરાબાદ મુકામે રહેતા વિજયાબેનના બંધ ઘરનો તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરમાં કઈ ના મળતા એ જ વિસ્તારમાં સેવા નિવૃત પ્રાધ્યાપક જી.એક.પાટિલના ઘરની ગ્રીલ તોડી ઘરની બહાર મુકેલા ચારો કાપવાનું કોયતા લઈ ૩ લુટારુઓ ઘરમાં પ્રવેશી ૮૫ વર્ષના વૃદ્ધ દંપતિને કોયતા વડે મરાઠી ભાષામાં ધમકાવીને હાથમાંથી સોનાની વીંટી અને કબાટમાં મુકેલું મંગળસુત્ર લઈ લીધુ હતું. કોયતા જોઈ વૃદ્ધ દંપતીએ કોઈ પ્રતિકાર ના આપતા મોટી દુર્ઘટના થતી બચી ગઈ હતી.

 

 

 

એ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાહનનું સાયરન સાંભળીને લુંટારુઓ ભાગી ગયા હતા. લુંટારુઓ એ મોઢા પર રૂમાલ બાંધેલો હતો એવું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી એ વિસ્તારના ઘરની બહાર લગાવેલ સી.ટી.વી. ફૂટેજના આધારે  તપાસ શરુ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application