નિઝરના ભીલજાંબોલી ગામમાં સામાન્ય બાબતે પતિના હાથે પત્નીની હત્યા થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના ભિલજાંબોલી ગામના આંબલી ફળીયામાં રહેતાં ગજમાભાઈ ગણુભાઈ વળવી અને ગેદુબેન વળવી બંને પતિ-પત્ની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આજરોજ સવારે આશરે 9 કલાકના અરસામાં ગજમાભાઈ અને ગેદુબેન વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો, જેમાં ગજમાભાઈ વળવીએ ગુસ્સામાં આવી પોતાની પત્ની ગેદૂબેન ના માથાનાં ભાગે ત્રિકમ મારી દીધો હતો, જેમાં ગેદૂબેનનું ઘાટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેન્જુબેન અશોકભાઈ વળવી ની ફરિયાદના આધારે ગજમાભાઈ વળવી વિરુદ્ધ ઈપીકો કલમ 302 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500