વિદેશીઓ માટે ભારતમાં રહેવા અને વસવા માટે સૌથી મોંઘુ શહેર મુંબઇ છે એ પછી બીજા ક્રમે દિલ્હીનું સ્થાન છે. જોકે, દુનિયાના અન્ય શહેરોની સરખામણીમાં આ બંને શહેરો પ્રમાણમાં પરવડે તેવા છે. મર્સર્સ 2022 કોસ્ટ ઓફ લિવિંગ સર્વેમાં મુંબઇનો ક્રમ 127મો છે, જ્યારે દિલ્હી 155માં સ્થાને છે. ભારતના અન્ય શહેરો ચેન્નાઇ 177માં ક્રમે, બેન્ગાલુરૃ 178મા ક્રમે અને હૈદરાબાદ 192મા ક્રમે આવે છે. પૂણે આ સર્વેમાં 201મા ક્રમે અને કોલકાતા 203મા સ્થાને આવે છે.
જોકે, દુનિયાના અન્ય શહેરોની સરખામણીએ ભારતના આ શહેરો વિદેશીઓને પ્રમાણમાં સસ્તા જણાય છે. દુનિયામાં સૌથી મોંઘા શહેર તરીકે પ્રથમ સ્થાને હોંગકોંગ છે. એ પછી બીજા ક્રમે સ્વિત્ઝરલેન્ડના શહેરો ઝ્યુરિક, જિનિવા અને બસેલ આવે છે. ઇઝરાયલમાં સૌથી મોંઘુ શહેર તેલ અવીવ છે. યુએસમાં સોથી મોંઘુ શહેર ન્યુયોર્ક છે. જાપાનમાં સૌથી મોંઘું શહેર ટોકિયો અને ચીનમાં સૌથી મોંઘું શહેર બિજિંગ છે.
મર્સર દ્વારા કોસ્ટ ઓફ લિવિંગ સર્વે માર્ચ 2022માં કરવામાં આવ્યો હતો. આ વર્ષના રેન્કિંગ માટે 200 કરતાં વધારે ચીજોના ભાવને ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આ ચીજોમાં રહેઠાણ, પરિવહન, ખોરાક, કપડાં, ઘરગથ્થુ વપરાશની ચીજો અને મનોરંજનના ખર્ચને પણ આવરી લેવામાં આવ્યો હતો. આ સર્વેમાં પાંચ ખંડોમાં આવેલા 227 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500