Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે દુષ્કર્મનો આરોપ, મુંબઈ પોલીસે IPCની કલમ 376, 354 અને 503 હેઠળ કેસ દાખલ કર્યો

  • December 17, 2023 

ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે મહિલાએ દુષ્કર્મનો આરોપ મુક્યો હતો. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તેમની સામે પોલીસે FRI દાખલ કરી છે. તારીખ 13 ડિસેમ્બરે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ નજીકના પોલીસ સ્ટેશને આ FIR નોંધાઈ છે. માહિતી અનુસાર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. મુંબઈ પોલીસે તેમની સામે IPCની કલમ 376 (દુષ્કર્મ), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદે હુમલો કે ગુનાઈત બળપ્રયોગ) અને 503 (ગુનાઈત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યો હતો.



FIR અનુસાર આ ઘટના કથિતરૂપે જાન્યુઆરી 2022માં બિઝનેસમેનની ઓફિસમાં બની હતી. મહિલાએ FRIમાં દાવો કર્યો છે કે, તે સાંજના આશરે 7 વાગ્યે તેમની ઓફિસમાં ગઈ હતી જ્યાં ઉદ્યોગપતિ સજ્જન જિંદલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ કહ્યું કે ટેક્સ્ટ મેસેજના માધ્યમથી વાતચીતમાં બિઝનેસમેને વિવાહિત હોવા છતાં વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. મહિલાએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસમાં તેણે ફરિયાદ દાખલ કરાવી હતી પણ પોલીસે કોઈ ધ્યાન નહોતું આપ્યું જેના પગલે તેણે મજબૂરીમાં હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી.



જોકે 64 વર્ષીય સજ્જન જિંદાલ એક જાણીતા ભારતીય ઉદ્યોગપતિ છે અને તેઓ જેએસડબ્લ્યૂ ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેમનો જન્મ 1959માં થયો હતો. તેમના પિતાનું નામ ઓમપ્રકાશ જિંદાલ છે અને તેમની માતા દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે. સાવિત્રી જિંદાલની નેટવર્થ 14284 કરોડ રૂપિયા જેટલી જે આશરે 17 અબજ ડૉલર થાય છે. જ્યારે જિંદાલ પરિવારની નેટવર્થ 22 અબજ ડૉલર થાય છે.




તેમના પિતાનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. માહિતી અનુસાર પીડિત યુવતી મૂળ ગુજરાતની હોવાનો દાવો કરાયો છે અને તેણે અમદાવાદમાં સ્કૂલ અને કોલેજ સુધી અભ્યાસ કર્યો છે. પીડિત યુવતીએ અમદાવાદમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવેલી છે. એવો પણ દાવો કરાયો છે કે આ યુવતીએ એક કે બે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને એટલા માટે જ તે અભિનેત્રી અને ડૉક્ટર તરીકે ઓળખ ધરાવે છે. યુવતીનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો હોવાનો દાવો કરાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application