છેલ્લા ઘણા સમયથી કોરોનાના કારણે થ્રિયેટરો બંધ હતા. સરકારે કોરોનાના કેસો ઓછા થતા 50 ટકા થ્રિયેટર ખોલ્યા હતા. જેમાં ફરી એકવાર સુરતના ફિલ્મ રસીકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના વધુ 3 થિયેટરો શરૂ થયા છે જ્યારે 15 પૈકીના 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછીથી ખુલશે.
કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટ્યા બાદ તમામ ઓફિસો અને દુકાનો સરકાર દ્વારા શરૂ કરવામાં આખી હતી. જેમાં થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં આવેલું ફ્રાઈડે મલ્ટીપ્લેક્સ ખુલ્લુ મુકાયું હતું. હવે આજથી આઈનોક્સ, સિને પોલીસ અને સિને મેક્સ થિયેટરો પણ ખુલી ગયા છે. થિયેટરો દ્વારા આજ સવારથી જ અલગ-અલગ શો રાખવામાં આવ્યા છે. જેમાં આજે એક હોલીવુડ મુવી રિલિઝ કરવામાં આવી હતી અને તેની સાથે જુની ફિલ્મો પણ બતાવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે થિયેટરોમાં 60 ટકા સિટિંગ કેપિસિટી રહેશે. આઈનોક્સ, સિનેપોલીસ અને સિને મેક્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના દર રૂપિયા 90 થી 220 સુધી રાખવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application