Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના તાડકુવા અને બેડકુવા ગામે કુલ ૬.૬૫ કરોડના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહુર્ત કરાયું

  • December 27, 2020 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા અને બેડકુવા ગામે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિકાસ,વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને રસ્તાઓના ખાતમુહુર્ત તથા ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાડકુવા અને બેડકુવા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના દિવસનું અનેરૂ મહત્વ છે. આપણા માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીનો જન્મ નિમિતે અને જેને સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ લાવી રહી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ માટે સરકાર કટીબધ્ધ છે. તાડકુવા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૧૯-૨૦  હેઠળ રૂા.૩.૩૦ કરોડના ખર્ચે તથા બેડકુવા ગામે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત રૂા.૩.૩૫ કરોડના ખર્ચે રસ્તો પહોળો કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. મંત્રીશ્રીએ આ પ્રસંગે નાતાલના તહેવારની સૌને શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

કલેકટરશ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે આદિજાતી વિસ્તારના ગામોમાં સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત શહેરો જેવી સુવિધા મળી રહે તેવો વહીવટી તંત્રનો પ્રયાસ છે. તાડકુવા ગામે કાનપુરા ગામથી ફલાવર સીટી,તોરણવાટીકા થઇ નહેરવાળા કાનપુરા મુસારોડ લંબાઈ ૩.૫૦ કિ.મી. રૂ ૨૨૫ લાખ તેમજ ચીખલી ગામ તરફ જતો રસ્તો રૂા.૧૦૫ લાખના ખર્ચે તૈયાર કરાશે.

 

 

 

પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત બેડકુવા-ઘાસીયામેઢા રોડ લંબાઈ ૪.૨૦ કિ.મી.ના રસ્તાને પહોળો કરવાનું કામ  રૂા.૩૩૬.૯૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તેમજ પંચાયત બિલ્ડીંગ એટ વિલેજ બેડકુવા રૂા.૧૪ લાખના ખર્ચે તૈયાર કરાશે. આ રસ્તાઓના કામો થકી બેડકુવા,ઘાસીયામેઢા,કાળા વ્યારા,ખોડતળાવ,કણજા ગામના વિદ્યાર્થીઓ, નોકરી ધંધાર્થે જતા લોકો તથા ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની રહેશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application