Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને પકડી લીધો

  • December 20, 2024 

ગણદેવી પોલીસે નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર મેંગોનીઝવીલા સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નાકાબંધી તોડી ભાગેલી કારનો ફિલ્મી ઢબે ૧૯ કિ.મી પીછો કરી ઝડપી હતી. જેમાંથી રૂપિયા ૨,૫૫,૧૪૦/-ની ૬૮૬ બોટલ, રૂપિયા ૧૦ લાખની કાર, એક નંગ મોબાઈલ મળી કુલ્રુપિયા ૧૨,૫૫,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.


ગણદેવી પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, એક સફેદ રંગની કીયા સેલટોસ કાર નંબર જીજે/૨૧/સીસી/૬૧૬૯માં વિદેશી દારૂ ભરી વલસાડ તરફથી હાઇવે માર્ગે સુરત તરફ જનાર છે. જે બાતમી આધારે પોલીસે એંધલ મેંગોનીઝ વીલા સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને ઉભી રાખવાની કોશિષ વચ્ચે ચાલક પુરઝડપે ચીખલી તરફ હંકારી ગયો હતો.


પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચીખલી-બીલીમોરા માર્ગથી ફંટાઈને નાંદરખા ગામ થઈ કરંજદેવી ચાર રસ્તા ૧૯ કિ.મી પીછો કર્યો હતો. જ્યાં કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા જીઈબીના વીજપોલ સાથે ટકરાઈ હતી. પોલીસે કાર ચાલક હિતેશ મધુસુદન રાણા (ઉ.વ.૩૯., રહે.ખોડિયાર નષર, ભાઠેના, ઉધના)ને ઝડપી લીધો હતો અને કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૮૬ જેની કિંમત રૂપિયા ૨,૫૫,૧૪૦/-, કાર કિંમત રૂપિયા ૧૦ લાખ મળી કુલ રૂપિયા ૧૨,૫૫,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, માલ મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application