Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાંથી રામ મંદિર માટે સવા કરોડથી વધુ નિધિનું સમર્પણ નોંધાયું

  • March 09, 2021 

અયોધ્યા ખાતે આકર લઇ રહેલા ભવ્ય ભગવાન શ્રી રામના મંદિર માટે તાપી જિલ્લમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર વિધિ સમર્પણ સમિતિ દ્વારા ધરાયેલ નિધિ સમર્પણ અભિયાન દરમિયાન 80 ટકા ગામો કવર કરવામાં આવ્યા હતા. જેમાં 4 માર્ચ સુધી  કુલ 1,24,58,551નું સમર્પણ આવ્યું હતું અને હજી પણ લોકો ચેક  દ્વારા સમર્પણ આપી રહ્યા હોવાનું અભિયાનની પૂર્ણહુતી દરમિયાન વ્યારા રામજી મંદિર ખાતે જિલ્લાના અભિયાન સહ પ્રમુખે જણાવ્યું હતું.

 

 

 

અયોધ્યામાં ભગવાન શ્રી રામના વિશ્વ વ્યાપી ભવ્ય મંદિર નિર્માણ હેતુ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા નિધિ એકત્રિત કરવા શ્રી રામ જન્મભૂમિ મંદિર વિધિ સમર્પણ સમિતિ બનાવી દેશ ભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના માધ્યમથી 14મી જાન્યુઆરીથી નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ હતી.

 

 

 

તાપી જિલ્લામાં પણ આ અભિયાન શરૂ થયું હતું. જેમાં આરએસએસ સાથે જોડાયેલા વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સેવિકા સંઘની બહેનો સહિત વિવિધ આયમોના લોકો, નગર રમીન વિસ્તારમાં ઘર-ઘર જઈ 10, 100, 1000 રુપિયા કે તેથી વધુ નિધિ સમર્પણ માટે રામભક્તોને આહવાહન કર્યું હતું. જે દરમિયાન ભિક્ષુકથી લઇ સામાન્ય મજુર, વ્યંઢળ સમાજ, નિવૃત કર્મચારીઓ, સામાજિક સંગઠનો, વેપારીઓ, ધંધાદારીઓ દ્વારા સમર્પણનો ધોધ વહ્યો હતો. જિલ્લામાં નાણાંકીય હિસાબ કિતાબ માટે કાર્યાલય બનાવવા વ્યારા સ્થિત રામજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સતત બે માસ સુધી મંદિર હોલ સેવામાં સમર્પિત કર્યો હતો.

 

 

 

અભિયાનની પુર્ણાહુતી 27 ફેબ્રુઆરી હતી તેમ છતાં રામ ભક્તો દ્વારા નિધિ સમર્પણનો ધોધ વહેતો રહ્યો હતો. જોકે તાપી જિલ્લામાં સમિતિ દ્વારા અભિયાનની પુર્ણાહુતી કરવા વ્યારા રામજી મંદિર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મંદિરના ટ્રસ્ટી સુરેશ પટેલ, પરષોત્તમભાઇ પટેલને સાલ ઓઢાવી, ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિની સ્મુર્તિ ભેટ આપી કાર્યાલયની ચાવી સુપ્રત કરવામાં આવી હતી.

 

 

 

આ પ્રસંગે તાપી જિલ્લાના અભિયાનના પ્રમુખ એવા વિસ્વ હિન્દૂ પરિષદના જિલ્લા સંગઠન પ્રમુખ રાકેશભાઈ ગામીત, અભિયાનના જિલ્લાનાં સહપ્રમુખ એવા જિલ્લા કાર્યવાહ ચંદનસિંહ ગોહિલ, વ્યારા નગર સંઘ ચાલક મહાવીરભાઈ જૈન, નગર કાર્યવાહ જીગ્નેશભાઈ પાટીલ, સેવિકા સમિતિના કલ્યાણીબેન પંડ્યા સહીત માતૃ શક્તિની બહેનો, કાર્યકર્તાઓ નગર સેવકો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં જિલ્લા અભિયાનના સહ પ્રમુખ ચંદનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 4 માર્ચ સુધીમાં દેશભર માંથી અભિયાન માટે રૂ.2500 કરોડની નિધિનું સમર્પણ થયું હતું એક રીતે તાપી જિલ્લો અને સુરત જિલ્લાના માંડવી અને ઉમરપાડા તાલુકા મળી આરએસએસની દ્રષ્ટિએ કહેવાતા વ્યારા જિલ્લામાં કુલ 9 તાલુકા અને 3 નગરમાં અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં કુલ 740 ગામો પૈકી 604 ગામો એટલે કે 80 ટકા ગામોમાં અભિયાનની કામગીરી થઇ હતી. દરમિયાન જિલ્લામાં 4 માર્ચ સુધી રોકડ અને ચેક મળી રૂ.1,24,58,551ની નિધિ સમર્પણમાં નોંધાઈ હતી અને હાજી પણ ચેકો જમા થવાના બાકી હોય સાવ કરોડથી વધુ ની નિધિ જિલ્લામાંથી ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણમાં સમર્પિત થઇ હોવાનું જણાવ્યું હતું.

 

 

 

આ અભિયાન દરમિયાન ગ્રામીણ વિસ્તરોમાં સતત પ્રવાસ કરનાર  જિલ્લા અભિયાન પ્રમુખ રાકેશભાઈ ગામીતે સેવા અકરીમાં જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને અભિયાન દરમિયાન થયેલા અનુભવો જણાવ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application