વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ તારીખ-11મી થી 14મી એપ્રિલ સુધી દેશભરમાં 'ટીકા મહોત્સવ' ઉજવાય રહ્યો છે.
તાપી જિલ્લામાં ટીકા મહોત્સવને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા વિવિધ સ્થળોએ કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ યોજયો હતો.
રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે હાલ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષના લોકોને રસી આપવામાં આવી રહી છે. તાપી કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો અને કેમ્પો મળીને ખાસ ઝુંબેશના ભાગરૂપેથી ૬૦ વધુ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે આપેલ વિગતો મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં 89958થી વધુ લોકોને રસી આપીને સુરક્ષિત કરાયા છે. જે પૈકી વ્યારા તાલુકામાં 22343, ડોલવણમાં 10724, સોનગઢમાં 24336, વાલોડમાં 12966, ઉચ્છલમાં 7953, નિઝરમાં 7345, કુકરમુંડામાં 4291 નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં વહીવટી તંત્રના સ્ટાફ તથા સંસ્થાઓના સહયોગથી રસીકરણની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500