Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇમાં દરિયા અને કૃત્રિમ તળાવોમાં 40 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું

  • September 30, 2023 

મુંબઇમાં ‘અનંત ચતુર્દશી’ના ભક્તોનો સાગર ઉમટયો હતો શહેરમાં વિવિધ સ્થળેથી દરિયા, કૃત્રિમ તળાવોમાં 39 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તારીખ 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના શરૂ થયેલો ઉત્સવ 28 સપ્ટેમ્બરે ‘અનંત ચતુર્દશી’ના રોજ પૂરો થયો હતો. ઢોલ-નગાર અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ વચ્ચે જુદા જુદા ગણેશ મંડપોએ વિસર્જન માટે શોભાયાત્રા શરૂ કરી હતી. સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ભારે ઉલ્હાસભેર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગુરૂવારે શરૂ થયેલી વિસર્જન યાત્રા બીજા દિવસે શુક્રવારે બપોરે પૂરી થઇ હતી.



બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા સ્થાપિત કૃત્રિમ તળાવે સહિત અસબી સમુદ્ર અને અન્ય જળાશયોમાં ગણપતિની લગભગ 40 હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઇના પ્રખ્યાત લાલબાગચા ગાજાની મૂર્તિની શોભાયાત્રા ગુરુવારે સવારે 11.30 વાગ્યે શરૂ થઇ હતી. એમાં લાખો લોકો જોડાયા હતા. ગિરગામ ચોપાટીમાં શુક્રવારે સવારે 9.15 વાગ્યે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શુક્રવાર બપોરે સુધીમાં કુલ 39,578 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાં 32,345 ઘરગથ્થુ ગણપતિ, 6,951 સાર્વજનિક ગણપતિ અને 462 ગૌરી માતાની મૂર્તિઓ હતી.



કુલ મૂર્તિઓમાંથી પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં 11,107 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. એમાંથી 10,207 ઘરગથ્થુ, 740 સાર્વજનિક, 160 ગૌરી માતાની મૂર્તિઓનો સમાવેશ હતો. મુંબઇમાં શોભાયાત્રા દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને કોઇપણ અપ્રિય ઘટના ન બને માટે શહેરમાં 19 હજારથી વધુ પોલીસ કર્મીનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન સરઘસ પર નજર રાખવા અલગ-અલગ કંન્ટ્રોલરૃમની સ્થાપના કરવામાં આવી હતી. બીએમસીએ 1,337 લાઇફ ગાર્ડ્સ તૈનાત કર્યા હતા. 53 મોટર બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 242 વૉચ ટાવર રાખવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application