Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ૩૨ હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા

  • March 20, 2021 

રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની રસીકરણની ઝુંબેશમાં તાપી જિલ્લામાં આજદિન સુધી ૧૪૩૬૩ સિનિયર સિટિઝનને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા છે. આ પૈકી ૫૧૬૮-હેલ્થ કેર વર્કર,  ૬૨૧૨-ફ્રન્ટ લાઈન વર્કર, ૬૪૧૧- ૪૫ થી ૬૦ના લોકોને મળી કુલ ૩૨૧૫૪ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ તથા ૮૯૭૯ લોકોને બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે.

 

 

 

 

તાપી જિલ્લામાં વિવિધ ૪૮ કેન્દ્રો ખાતે રસીકરણની વ્યવસ્થાનું સુઆયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવે છે. આ સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા લોકોમાં રસીકરણ અંગે ફેલાયેલા ખોટા ડર, અફવાઓ તથા લોકોની મુંઝવણોને દુર કરી લોક જાગૃતિ માટે વિશેષ કાઉન્સેલીંગ પણ કરવામાં આવી રહી છે.

 

 

 

 

વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નાથવા માટે તાપી જિલ્લાના તમામ લોકો કોઇપણ ડર કે મુંઝવણ વગર રસીકરણની ઝુંબેશમાં જોડાઇ રસી લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ દ્વારા જિલ્લાના પ્રજાજનોને વિનંતિ કરવામાં આવી છે.

 

 

 

 

કોવિડ વેક્સિનેશન માટે તાપી  જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તથા જનક હોસ્પિટલ, વ્યારા ખાતે પણ નિયત ચાર્જમાં વેક્સિનેશન માટે સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application