Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામા વર્ષ 2022માં 2450 થી વધુ પીડીત મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કર્યો, 730થી વધુ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોચી સેવા પૂરી પાડી

  • January 01, 2023 

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ. આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ,વિદ્યાર્થીનીઓ,મનોરોગી મહિલાઓ અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.




અભયમ હેલ્પલાઇન 24*7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે જેથી દિન પ્રતિદિન ગુજરાત ની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે ગુજરાત સરકારની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતે ની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીજશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રીનરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.




મહિલાઓ પર થયા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિત ના કિસ્સાઓ, કામ નાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવન ના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓ ની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી કોલ મેસેજથી હેરાનગતિ,મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓ મા મદદરૂપ બનેલ છે.




અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવાર ને બચાવ્યા ની અનોખી કામગિરી કે મનોરોગી મહિલાઓ ને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યા ના વિચારોમાંથી મુક્તિ નાં કેસ મા આજે અભયમ વધુને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવનમાં એક આશા નું કિરણ., સુખમય જીવjન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાતની મહિલાઓ અભયમને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે.




અભયમ સરકારશ્રી ના અન્ય વિભાગો સાથે નું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવના ની કટિબદ્ધતા થી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે, અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી નિવડી રહ્યું છે 




ગુજરાત રાજ્ય માંથી વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલા   પિડીત મહિલાઓ એ મદદ, માહિતી અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇન માં કૉલ કરેલ અને ખાસ કિસ્સાઓ કે ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓ ને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકી ના મહિલાઓ ને માર્ગદર્શન અને સંદભ્ર સેવાઓ આપવામા આવી હતી.


તાપી જિલ્લામા વર્ષ 2022 દરમિયાન 2450 થી વધુ પીડીત મહિલાઓ એ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરેલ અને 730 થી વધુ કિસ્સાઓ માં ઘટના સ્થળે પહોચી અભયમ સેવાઓ પુરી પાડવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application