Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મની ટ્રાન્સફરના માલીકના રોકડા રૂપિયા ૭.૫૦ લાખ લૂંટી ચોરટાઓ ફરાર

  • July 14, 2021 

અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૫ રેલવે પાટા પાસે રાત્રે પોણા અગિયાર વાગ્યાના આરસામાં  બાઈક ઉપર ઘરે જતા મોબાઈલ રિપેરીંગ અને મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા યુવકને બે બાઈક પર આવેલા પાંચ બુકાનીદારીઓએ આંતરી મારમારી દિવસ દરમ્યાના ધંધાના વકરાના રૂપિયા ૭.૫૦ લાખ અને રિપેરીંગના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ૭.૬૦ લાખના મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

 

 

 

 

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ ન્યુ કોસાડ રોડ સ્વીટ હાઉસમાં રહેતા મૂળ અમરેલીના મોટા લીલીયાના વતની ૨૮ વર્ષીય હરેશભાઈ વિનુભાઈ ગોળવીયા (પટેલ) અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૧માં ભાડેથી કપી શોપીંગ સેન્ટરમાં માનસી મોબાઈલના નામે દુકાન ધરાવે મોબાઈલ રિપેરીંગ અને મની ટ્રાન્સફરનું કામકાજ કરે છે. રત્નાકલાકારનો પુત્ર હરેશ આખા દિવસના ધંધાના ભેગા થયેલા રૂપિયા ૭,૫૦,૦૦૦/- અને ગ્રાહકના રિપેરીંગના આવેલા મોબાઈલ નંગ-૩ બેગમાં મુકીને રાત્રે નવેક વાગ્યે દુકાને બંધ કરીને હોન્ડા સાઈન મોટરસાયકલ લઈને ઘરે જવા માટે નિકળ્યો હતો. હરેશભાઈની સાથે તેની બાજુમાં મેડિકલની દુકાન ચલાવતા અશ્વિનભાઈ પણ બાઈક લઈને નિકળ્યા હતા.

 

 

 

 

બંને જણા પોત પોતાની બાઈક લઈને અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૫ રેલવે પાટા પાસેથી પસાર થતા ગતા તે વખતે  પાછળથી બે બાઈક ઉપર આવેલા ૨૫થી ૩૦ વર્ષના પાંચ અજાણ્યાઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા. બુકારીદારીઓઍ અશ્વિનભાઈની બાઈકની આગળ પોતાની બાઈક કરી ઉભો રાખવા પ્રયત્ન કર્યો હતો પરંતુ પરિસ્થિતિ પારકી ગયેલા અશ્વિનભાઈઍ  બાઈક ઉભી રાખવાને બદલે પુરઝડપે  ભગાડી નાસી ગયા હતા. ત્યારબાદ અજાણ્યાઓઍ હરેશને ઉભો રાખ્યો હતો. અને બાઈક પરથી નીચે ઉતરી ગાલ ઉપર બે તમાચા અને ફેટ મારી તેરે પાસ જા હે વો નિકાલ તમે કહી ખભા પર લટકાવેલી બેગ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૭,૬૦,૦૦૦ના મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. હરેશભાઈઍ લૂટારૂઓ કઈ બાજુ ભાગે છે તે જાવા પાછળ ગયો હતો તે વખતે તેનો મિત્ર હિતેશ દેસાઈ અવતા તેને બનાવની જાણ કર્યા બાદ તેની કારમાં બેસી લૂંટારૂઓને શોધવા માટે ગયા હતા પરંતુ મળી આવ્યા ન હતા, બનાવ અંગે હરેશભાઈઍ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application