ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈએ પહોંચાડનારા મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે અને આજરોજ બુધવારનાં રોજ તેમણે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહીને સૌને ચોંકાવી દીધા છે.
મિતાલીએ 2 દશકાથી પણ વધુ સમયની ક્રિકેટ કરિયર દરમિયાન રાજ કર્યું છે. તે ભારતમાં મહિલા ક્રિકેટની ઓળખ સમાન છે. તેઓ વન-ડેમાં સૌથી વધારે રન બનાવનારા મહિલા ખેલાડી છે. ઉપરાંત કેપ્ટન તરીકે પણ સૌથી વધારે જીત મિતાલીના નામે બોલે છે. તેવામાં 39 વર્ષીય મિતાલીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી તે મહિલા ક્રિકેટ વર્લ્ડમાં એક મોટી ઘટના કહી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application