વાપીના ડુંગરા ગામની નવીનગરી રવિન્દ્રઝાંની ચાલમાં રૂમ નંબર ૨૦૧માં રહેતા મમતાબેન ગુલાબભાઈ ભોયા મજૂરી કામ અર્થે રહે છે. જેની ૧૫ વર્ષીય દીકરી પ્રીતિ તારીખ ૧૫ ના પરોઢિયે આસપાસમાં ઘરમાં સગીર દીકરી ના મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પોતાના રૂમની બહારના ભાગે આવેલા રૂમ નંબર ૨૧૧માં ગેલેરીમાં આવેલી છતના લોખંડના એન્ગલ સાથે નાઈલોન દોરી બાંધી ગળે ફાંસો લઈ લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. સગીરાએ ક્યાં કારણસર ગળે ફાંસો લીધો તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે મૃતકની બોડીનો કબ્જો લઈને પી એમ માટે મોકલી જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application