ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઈને જોડતા આંતર રાજય ધોરી માર્ગનાં બારીપાડા ગામની સીમમાં એક ટ્રકે બાઈકને ટક્કર મારી દેતા ચાલક સગીરનું મોત નિપજ્યુ હતું અને એક કિશોરને ઈજા પહોંચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં બારીપાડા ગામ ત્રણ રસ્તા પાસે, સાપુતારાથી વઘઈ જોડતા રોડ ઉપર ટ્રકના ચાલકે ટ્રકને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્પ્લેન્ડર બાઈકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક વિવેકભાઈ સુરેશભાઈ ધૂમ (ઉ.વ.૧૬., રહે.મોટાબરડા,તા.વઘઈ,જિ.ડાંગ)ને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેમજ બાઈક પર પાછળ બેસેલ વિશાલભાઈ રામદાસભાઈ ગાંગોર્ડા (ઉ.વ.૧૪., રહે.મોટાબરડા,તા.વઘઈ,જિ.ડાંગ)ને ઈજા પહોંચી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500