Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિલેનીયમ માર્કેટના સંસ્કૃતિ આર્ટના માલીકનું લાખોમાં ઉઠમણું

  • September 28, 2021 

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના કારખાનેદાર પાસે એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યા બાદ તેની મજુરીના રૂપિયા ૪.૪૨ લાખ નહી ચુકવી ઉપરથી કારખાનેદારને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઉઠમણું કરનાર મિલેનીયમ માર્કેટના સંસ્ક્રુતિ આર્ટના ભાગીદાર સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

 

 

 

 


સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા યોગીચોક યોગી હાઈટ્સમાં રહેતા અને એમ્બ્રોઈડરીનું ખાતુ ધરાવતા ૩૨ વર્ષીય જગ્નેશ જયંતીલાલ ભુવાએ ગતરોજ ગણેશ ઉર્ફે ગણપત બેચર સાચાણી અને કિરણ રવજી સાચાણી સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ રિંગરોડ મિલેનીયમ માર્કેટમાં સંસ્ક્રુતિ આર્ટના નામે ધંધો કરે છે. શરુઆતમાં આરોપીઓએ ઍમ્બ્રોઈડરી જોબવર્ક કરાવી તેનું સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસમાં લીધા બાદ ગત તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૦થી ૧૯ એપ્રિલ ૨૦૨૧ના સમયગાળામાં કુલ રૂપીયા ૪,૪૨,૭૫૧નું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યું હતું.

 

 

 

 

માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવેલ પેમેન્ટની મર્યાદામાં આરોપીઓએ પેમેન્ટ નહી આવતા જીગ્નેશભાઈએ પેમેન્ટ માટે ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ આપ્યા બાદ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરી તો જાનતી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી નાસી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application