સુરત જિલ્લાનાં માંગરોળના પીપોદરા ગામની સીમમાં રહેતા ૪૬ વર્ષીય પરપ્રાંતીય ઇસમે ગળે ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લેતા કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી અનુસાર, હાલ કોસંબા પોલીસની હદમાં પીપોદરા ગામે બંસરી જીઆઇડીસીમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સોચીના ગામના ૪૬ વર્ષીય બુધિયા કૃષ્ના બહેરા યોગેશ્વર રો-હાઉસ સોસાયટીમાં પ્લોટ નં.૨૫-૨૬નાં મકાન પર હાજર હતા. તે દરમિયાન બુધિયાભાઇએ મકાનના દરવાજાની ગ્રીલની લોખંડની એંગલ સાથે ગમછો બાંધી કોઈક કારણસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોસંબા પોલીસે બનાવના સ્થળે દોડી આવી આ ઇસમે કયા અને કેવા સંજોગોમાં આત્મહત્યા કરી જાણવા તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application