ધરમપુરનાં બિલપુડી ગામે આધેડ વીજ કરંટથી ઝટકો લાગતા ઝાડ ઉપરથી નજીકમાં દુકાનની છતના પતરા ઉપર પટકાયા હતા. ત્યારબાદ તેનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, ધરમપુરનાં બિલપુડીનાં ડુંગરપાડા ફળિયામાં રહેતા કમલેશભાઈ અરવિંદભાઈ પાડવી નામના ખેડૂત રવિવારે સવારે તેમના ઘર નજીક આવેલા સરગવાના ઝાડ પર ચઢીને પારિયાની મદદથી નડતરરૂપ ડાળખીઓ કાપી રહ્યા હતા.
તે સમયે કપાયેલી ડાળખી તેમના થર નજીકથી પસાર થતી વીજલાઈન પર પડી હતી. આ સાથે જ નાજીકમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા ઝાડની ડાળખીઓ કાપી રહેવા કમલેશભાઈને વીજ કરંટ લાગતા તેઓ ઝાડ ઉપરથી નજીક આવેલી દુકાનની છત પર પટકાયા હતા. આ સાથે જ તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલા કમલેશભાઈના પુત્ર તથા પાડોશીઓએ તેમને ખાનગી વાહનમાં સારવાર માટે ધરમપુરની સાંઈનાય હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે કમલેશભાઈને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના પુત્ર દીલિતભાઈ પાડવીએ પરમપુર પોલીસ મથરમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application