Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પનિયારી ગામે માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો આપઘાતનો પ્રયાસ, ટૂંકી સારવાર દરમિયાન મોત

  • February 16, 2025 

વ્યારા તાલુકાના પનિયારી ગામમાં પુત્રી સાથે રહેતી મહિલા પતિનું પાંચ માસ પહેલા અવસાન થતાં માનસિક રીતે અસ્વસ્થ હોવાથી દરવાજો બંધ કરી ઘરમાં મુકેલી મહેંદીના ઓઈલની બોટલમાંથી ઓઈલ પી જતાં મોત નિપજ્યું હતું.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના પનિયારી ગામે મહેંદી મુકવાનું કામ કરતી દીકરી સાથે મૂળ ડોલવણ તાલુકાના ધંતુરી ગામની કલાવતીબેન સુરેશભાઈ ગામીત (ઉ.વ.૫૦) શુગર કોલોનીમાં રહેતા હતા. જોકે કલાવતીબેનના પતિ સુરેશભાઈ છોટુભાઈ ગામીતનું સપ્ટેમ્બર ૨૦૨૪માં અવસાન થયું હતું. ત્યારબાદથી કલાવતીબેન માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા.


તે દરમિયાન શનિવાર નારોજ ઘરમાં એકલતાનો લાભ લઇ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. અને ઘરમાં મુકેલી શ્રીમતિ મહેંદી મિક્સ ઓઇલની બોટલમાંથી થોડું ઓઈલ પી લીધું હતું. ઘરે આવ્યા બાદ પુત્રી તેજલને ખબર પડતા તત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન બપોરે કલાવતીબેનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્રી તેજલબેનએ પોલીસમાં જાણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application