વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિનના પ્રસંગે સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મેગા વેક્સિન ડ્રાઇવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. જે અંર્તગત સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તારમાં ૪૦૦થી વધુ સેન્ટર પર આજેરાત્રે ૯ વાગ્યા સુધી તમામ નાગરિકોને વેક્સીનની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે બપોર સુધી જ ૫૧ હજાર કરતાં વધુ નાગરિકોના વેક્સીનેશનમાં મનપાના આરોગ્ય વિભાગને સફળતા સાંપડી છે.
પીએમ મોદીના જન્મદિવસે ગુજરાત ભરમાં મેગા વેક્સિનેશન સાથે સુરત મહાપાલિકાએ પણ આજે રસીકરણ મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. શહેરભરના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલ સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ સહિતના સેન્ટરો વધારીને કુલ ૪૧૪ સેન્ટર કર્યા છે. જેમાં વહેલી સવાર ૫.૩૦ થી રાત્રે ૯ કલાક સુધી રસી મુકાશે અને તેમાં ૮૨ સેન્ટર પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધી હોય તેમના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને ૩૨૫ સેન્ટરો પર કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ માટે પણ અગાઉ જેમ અલાયદી વ્યવસ્થા છે. તો ૮ સેન્ટર કોવેક્સિન રસી માટે છે. ૫ લાખ ડોઝની માંગણી કરાઇ છે પણ ૩ લાખ ડોઝનું પ્લાનિંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application