પ્રજાસત્તાક દિવસના અવસર પર રાજાધાની દિલ્હીના બાહરી રીંગ રોડ પર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવાનું યોજના કરવામાં આવી છે. જેને લઇને મંગળવારે દિલ્હી પોલીસ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાય હતી. જો કે આ બેઠકમાં કોઇ નિષ્કર્ષ મળ્યો નથી, જેના કારણે બુધવારે ફરી વખત ખેડૂત નેતઓ અને પોલીસ અધિકારી વચ્ચે બેઠક યોજાશે. આ પહેલા પણ સોમવારે કુંડલી બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે બેઠક મળી હતી.
ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ ના આપવા સંબંધિત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીની સુનવણી દરમિયાન આ મામલાને દિલ્હી પોલીસ પર છોડ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં કોને પ્રવેશ આપવો અને કોને નહીં તે નક્કી કરવાનું કામ પોલીસનું છે.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદથી દિલ્હી પોલીસ ખેડૂત નેતાઓના સતત સંપર્કમાં છે અને ટ્રેક્ટર પરેડ રોકવાના પ્રયાસો કરી રહી છે.
મળતી માહિતિ પ્રમાણે મંગળવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિંધુ બોર્ડર નજીક એક રિસોર્ટની અંદર ઉત્તરી દિલ્હીના જોઇન્ટ કમિશ્નર એસએસ યાદવે સંયુક્ત કિસાન મોર્ચાના ડો. દર્શન પાલ, યોગેંદ્ર યાદવ, બલબીર સિંહ રાજેવાલ, જગજીત સિંહ વગેરે ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી છે.
દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં દિલ્હી પોલીસે ખેડૂત નેતાઓ પાસેથી ટ્રેક્ટર પરેડના રુટની માહિતિ માંગી. જેના જવાબમાં ખેડૂત નેતાઓએ જણાવ્યું કે ટ્રેક્ટર પરેડ બાહરી રીંગ રોડ પર નિકળશે અને સિંધુ, ટીકરી, ઢાંસા વગેરે બોર્ડર પરથી પસાર થશે.
પોલીસે તેમને પ્રજાસત્તાક પર્વ ઉપર સુરક્ષાનો હવાલો આપ્યો અને પરેડ દરમિયાન અવ્યવસ્થાની આશંકા પણ વ્યક્ત કરી છે. જેથી ખેડૂતોને દિલ્હી બહાર પરેડ કાઢવાનું કહેવામાં આવ્યું. વાતની ખેડૂતોએ ના પાડી અને બેઠક નિષ્ફળ ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500