Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે, નાસિકમાં પથ્થરમારાની ઘટના પણ બની

  • November 01, 2023 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. ઉલ્લેખનીય છે કે, સીએમ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જોકે આ વચ્ચે એવા પણ અહેવાલો છે કે, ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું જેના લીધે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પણ ભડક્યાં હતાં.



બીજી બાજુ આંદોલનના નેતા મનોજ જરાંગે આ આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે, સરકાર વિશેષ સત્ર બોલાવે અને અનામત અંગે જલદી નિર્ણય કરે નહીંતર તે જળનો પણ ત્યાગ કરશે. જોકે હવે સરકાર વિવાદને ટાળવા માટે વિશેષ સત્ર બોલાવીને મરાઠા અનામત પર વટહુકમ લાવે તેવી શક્યતા છે. બીજી બાજુ નાસિકમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી જેના પગલે કર્ફ્યૂ લાગુ કરાયો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માંગ સાથે જ સંકળાયેલી છે. વધુ 9 લોકે મરાઠા અનામતની માંગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. જયારે તારીખ 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application