સુરત જિલ્લાનાં કામરેજ ખાતે રહેતી ૩૮ વર્ષીય પરપ્રાંતીય પરિણીતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના લખનૌની વતની અને હાલ કામરેજ ખાતે સત્યમ ચોકડી પાસે દાદા ભગવાન રેસિડેન્સીમાં રહેતી ૩૮ વર્ષીય સ્મિતાસિંગ સત્યાવાસિંગ ચૌહાણ ઘરે હતી. તે દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને અર્ધબેભાન હાલતમાં પરિવારજનોએ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સ્મિતાસિંગનું હાર્ટએટેકથી મોત થયાનું જણાવ્યું હતું. ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application