Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યનાં અનેક વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ વરસ્યો

  • May 14, 2024 

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વાતવારણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં કરા સાથે સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠામાં હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મામાં સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. અરવલ્લીના ભિલોડાના શામળાજી પંથકમાં જેસિંગપુર, ચિબોડા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. શામળાજી સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા બજારોમાં ગરમીથી રાહત મેળવવા લગાવેલ મંડપના કાપડ ઉડી ગયા હતા.


આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પણ કરા સાથે 13 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અમીરગઢમાં 8 મીમી વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું હતું. મહેસાણા જિલ્લામાં વિજાપુર, વિસનગર અને ઊંઝા પંથકમાં વરસાદ નોંધાયો હતો જેમાં વિજાપુરમાં કરા સાથે વરસાદ પડતાં રસ્તા પણ પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં સાંજના સમયે વાતાવારણમાં પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વાવાઝોડાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ છાપરાં ઉડવાની ઘટના બની હતી. સાબરકાંઠા જિલ્લામાં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સોમવારે બપોર બાદ ધૂળની ડમરીઓ સાથે વરસાદ વરસ્યો હતો.


હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે બરફના કરા પણ પડયા હતા. જેમાં ઇડર-14 મીમી, પ્રાંતિજ-12 મીમી, હિંમતનગર-08 મીમી, પોશીના-01 મીમી વરસાદ નોંધાયો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે બપોર બાદ પવનની આંધી સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો પણ બે કલાક સુધી ખોરવાઇ ગયો હતો. હિંમતનગરના આગિયોલ નજીક વાવાઝોડાથી ઝુંપડું તૂટી જતાં બલીબેન પરબતભાઇ નાયક નામની મહિલાનુ મોત નીપજ્યું છે. માલપુરના જીતપુર ગામે વીજળી પડતાં 30 વર્ષીય યુવક મહેશભાઈ મોહનભાઇ ખાંટ નામના યુવકનું મોત નીપજ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application