ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરુ થઈ ગયુ છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ઘામીની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. વિભાગનું પોર્ટલ સવારે સાત વાગ્યે ખુલ્યું છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામની શરૂઆતની તારીખની ઔપચારિક જાહેરાત થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓ બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી શકશે. એપ્રિલમાં શરુ થશે ચાર ધામ યાત્રા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં આજે યોજાનારી ચારધામ યાત્રાની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ગયા વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે દર્શન માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ વર્ષે પ્રવાસન વિભાગે કેદારનાથ ધામ માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન 15 હજાર બદ્રીનાથ માટે 18 હજાર, ગંગોત્રી માટે 9 હજાર, યમુનોત્રી માટે 6 હજાર નક્કી કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ચારધામ યાત્રાના રૂટ પર આરોગ્ય સુવિધાઓ, કેદારનાથ ધામમાં મુસાફરોનું રોકાણ, બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વીઆઈપી દર્શન માટે ફી નિર્ધારણ, બસોનું સંચાલન, ઘોડા ખચ્ચરનું આરોગ્ય તપાસ, ફૂટપાથ, શેડ પર ગરમ પાણીની જોગવાઈ સહિતના નિર્ણયો લેવામાં આવશે. તેમજ વીજળી અને પીવાના પાણીનો પુરવઠો, રસ્તાઓનું સમારકામ સહિતની અનેક વ્યવસ્થાઓ પર લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500