Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી સાગી લાકડાના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા

  • November 04, 2021 

સુરત જિલ્લાનાં માંડવી વન વિભાગની ટીમને બાતમી મળતા માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર તથા રાઉન્ડ ફોરેસ્ટર પીપલવાડા નાઓ તેમની ટીમ સાથે અલગ-અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા. તે સમય દરમિયાન સવારના 11.30 કલાકે ફેદરીયાથી માંડવી રોડ પર બોલેરો પીકઅપ ટેમ્પો માંથી સીંગલવાણ ગામમાંથી અલગ-અલગ ઘરેથી સાગી ચોરસા ભેગા કરી ઘાસના પૂડિયાઓ નીચે સંતાડી લઈ જવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

 

 

 

 

 

તે દરમિયાન ટેમ્પો નંબર જીજે/19/એક્સ/8353 ને આવતા તેનો પીછો કરતા રૂપણ ગામે બસ સ્ટેન્ડ પાસે ગાડી પકડી પાડી હતી અને ચાલક મનહરભાઈ રમણભાઈ ચૌધરી (રહે.સામરકુવા) તથા સલિમભાઈ માનસીંગ વસાવા (રહે.સીંગલવાણ) ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પીકઅપ માંથી 50 નંગ સાગી ચોરસા મળી આવ્યા હતા અને આ સાગી લાકડાનો જથ્થો ખેડપૂર ડેપો ખાતે જમા કરાવ્યો હતો. આ સાગી લાકડા સામરકુવા ગામેથી વાહનમાં ભરી મોસાલી ગામે (માંગરોળ તાલુકા) આપવાના હતા. આમ, વન વિભાગની ટીમે કુલ 4.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application