Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં સઠવાવ ગામે જુગાર રમાડતો એક ઝડપાયો, એક વોન્ટેડ

  • November 27, 2021 

સુરતનાં માંડવી તાલુકાનાં સઠવાવ ગામે વરલી મટકામાં આંક ઉપર જુગાર રમાડતા એક વ્યક્તિને માંડવી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેરકરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, માંડવીનાં સઠવાવ ગામે બેડી ફળિયામાં રેડ કરતા જાહેરમાં બેસી એક વ્યક્તિ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક ઉપર જુગાર રમાડી રહયો હતો અને પોલીસે તેને ઝડપી પાડી તેનું નામ લાલસિંગ મચાભાઈ ચૌધરી (રહે,સઠવાવ,બેડીફળિયું,માંડવી) જણાવ્યુ હતું પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 16,120/- અને મોબાઈલ મળી કુલ રૂપિયા 21,120/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અકબર અબ્બાસ અલી (રહે.વાંકલ ગામ,મંદિર ફળિયું,માંગરોળ) નાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application